Shapathvidhi

278

Program Name:  Shapathvidhi

Program Venue: Terracotta Banquet Hall Kudasan Gandhinagar, Gujarat 382007 India

Program Date: March 23, 2019

Members Attended: 124

About Program:   (૧) તા.૨૩/૦૩/૨૦૧૯ના રોજનો નવી કારોબારીનો શપથ ગ્રહણ સમારોહ
સંગીની ફોરમ, ગાંધીનગરનાં વર્ષ ૨૦૧૯-૨૧ માટે નવા હોદ્દેદારોનો શપથવિધિ કાર્યક્રમ ટેરાકોટા બેન્કવેટ હોલમાં યોજાયેલ. શપથવિધિ ફેડરેશનનાં પૂર્વ સેક્રેટરી અને ગુજરાત રિજિયનનાં પૂર્વ પ્રમુખ શ્રી અરવિંદભાઈ પી. દોશીએ કરાવેલ. આ પ્રસંગે ફેડરેશનનાં પૂર્વ સેક્રેટરી જનરલ અને ગુજરાત રીજીયનના પૂર્વ પ્રમુખ શ્રી મનીષભાઈ શાહ ઉપસ્થિત રહેલ. સાથે નિવૃત્ત વરિષ્ઠ આઈ.એ.એસ. અધિકારી અને સુવિખ્યાત કવિ શ્રી ભાગ્યેશ જહા સાહેબની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહેલ. તે ઉપરાંત શ્રી આર.ડી. ગાંધી, શ્રી અરવિંદભાઈ શાહ, શ્રી પારસ સંઘવી – પી.આર.ઓ., ગુજરાત રિજિયન, શ્રી હિતેશ કોઠારી – ઝોન કો-ઓર્ડીનેટર, ગુજરાત રીજીયન, શ્રીમતિ નીતિકાબેન શાહ, સંગીની કો-ઓર્ડીનેટર, તથા જૈન સોશ્યલ ગ્રુપ, ગાંધીનગરનાં પ્રમુખ શ્રી મધુસુદનભાઈ વોરા અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે “ચાલો જીવનને રીચાર્જ કરીએ” એ વિષય પર મનનીય વક્તવ્ય શ્રી ભાગ્યેશ જહા સાહેબએ આપેલ.

આ પ્રસંગે નવનિયુક્ત હોદ્દેદારો શ્રીમતિ જાગૃતિબેન સંઘવી – પ્રમુખ, શ્રીમતિ નેહલબેન ટોલિયા – ઉપપ્રમુખ, શ્રીમતિ ભારતીબેન શાહ – મંત્રી, શ્રીમતિ શિલ્પાબેન શાહ – સહમંત્રી, શ્રીમતિ મોનાબેન શેઠ – ખજાનચી, અને કારોબારી સભ્યો તરીકે શ્રીમતિ દિપીકાબેન કોટડિયા, શ્રીમતિ નીતાબેન શાહ, શ્રીમતિ જાગૃતિબેન લાખાણી અને શ્રીમતિ રૂપાબેન શાહએ શપથ લીધેલા. ગત વર્ષના પ્રમુખ શ્રીમતિ નીનાબેન ઝાટકીયા દ્વારા ગત બે વર્ષમાં કરેલ કામગીરીની રૂપરેખા આપેલ અને નવનિયુક્ત પ્રમુખ શ્રીમતિ જાગૃતિબેન સંઘવીએ આગામી વર્ષમાં અપાનાર કાર્યક્રમની જાણકારી આપેલ હતી.

Distingusihed Guest: Shri Arvindbhai P. Doshi - Himatnagar, Shri Manishbhai Shah - Nadiad, Shri Bhagyesh Jha - Retd senior IAS officer and poet.

Submitted By:  Jagruti Sanghvi, President GANDHINAGAR - 029 STD - 079 -

ITDESK SOLUTIONS LLP