TAPAVI BAHUMAN & GUJARATI DRAMA -WIFE IS ALWAYS RIGHT

468

Program Name:  TAPAVI BAHUMAN & GUJARATI DRAMA -WIFE IS ALWAYS RIGHT

Program Venue:  VIA HALL GIDC VAPI, GUJARAT 396195 India

Program Date:  September 28th, 2018

Members Attended: 450+

About Program:   તપસ્વી બહુમાન અને ગુજરાતી નાટક –Wife is Always Right

તા. ૨૮.૦૯.૨૦૧૮, સ્થળ : વી.આઇ.એ. હોલ, વાપી

જૈન સોશ્યલ ગ્રુપ વાપી (મઈન) દ્વારા, ગુજરાતી નાટક “Wife is Always Right ” તા. ૨૮.૦૯.૨૦૧૮ ના રોજ વી.આઇ.એ હોલ ખાતે ગ્રુપના સભ્યો માટે યોજવામાં આવ્યો હતો.

પ્રોગ્રામ પહેલા પર્યુષણ પર્વ અને વર્ષ દરમ્યાન વિવિધ તપસ્યાના તપસ્વીઓનો બહુમાન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. તપસ્વીઓમાં અઠ્ઠાઈ અને તેથી વધુ ઉપવાસના તપસ્વીઓ સાથે વર્ષીતપ, સિધ્ધિતપવિગેરેના તપસ્વીઓના કંકુ ચોખાના ચંદલા કરી, શ્રીફળ અને શાલ ઓઢાળી બહુમાન કરવામાં આવ્યા હતા. તપસ્વી બહુમાનના લાભાર્થી પરિવાર તરીકે શ્રી સંજયભાઇ સી. શાહ ના પરિવારે વિશેષ લાભ લીધો હતો.

તપસ્વી બહુમાન બાદ અહિંસા પોસ્ટર કોમ્પીટીશનની વિગતવાર જાહેરાત શ્રીમતી જ્ઞાનેશ્ર્વરી શાહ દ્વારા કરવામાં આવી હતી, તે ઉપરાંત ગુજરાત રીજયનના વોઇસ ઓફ જેએસજી અને ગરબા કોમ્પીટીશન સાથે ગ્રુપના આગામી કાર્યક્રમોની રુપરેખા ગ્રુપ સેક્રેટરી હિતેશભાઇ શેઠ દ્વારા કરવામાં આવી હતી.

ગુજરાતી નાટક “વાઇફ ઇઝ ઓલવેઝ રાઇટ” એક પારિવારિક અને મનોરંજક પ્રસ્તુતિ હતી. નાનપણના બે મિત્રો તેમની મિત્રતા સંબંધમા પરિણમે એવુ ઇચ્છે છે પણ તેમની યુવા પેઢીની સ્વતંત્ર વિચારસણી થી બન્ને મિત્રોમાં મતભેદ થતા તેઓ વિખુટા પડી જાય છે. ત્યારબાદ એજ યુવા હૈયાઓને એમની ભુલ સમજાતા સૌ ફરી એક થઈ જાય છે. એવી નાવિન્ય સભર પણ હાસ્ય થી ભરપૂર સુંદર મજાનુ નાટક અબાલ – વૃધ્ધ દરેકે મન ભરીને માણ્યું અને વખાણ્યું. કાર્યક્રમના પ્રોજેકટ ચેર ડો. ઇલેશભાઇ શાહ અને સમગ્ર કમીટી મેમ્બર્સ સૌએ મહેનત કરી આ પ્રોગ્રામ ને સફળ બનાવ્યો હતો.

Distingusihed Guest: JSG VAPI MAIN TEAM

Submitted By:  HITESH SHETH, Secretary VAPI MAIN - 096 STD - 0260 -

ITDESK SOLUTIONS LLP