Program Name :
JSG Gandhidham Blood donation camp
Program Venue:
Ahir samaj vadi, Galpadar Gandhidham, Gujrat 370201 India
Program Date: May 13th, 2018
Members Attended: 56 PERSONS
About Program: ગાંધીધામ ગત દિવસે જૈન સોશ્યલ ગ્રુપ ગાંધીધામ અને શ્રી શામજીભાઈ ભચાભાઈ વિરડા પરિવાર ના સૌજન્ય થી શ્રી મચ્છોયા આહિર સમાજવાડી, ગળપાદર માં સ્વં ધનજીભાઈ ભચાભાઈ વિરડા ની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું. આ રક્તદાન શિબિર ના ઉદ્ધઘાટન સત્ર માં ગાંધીધામ શહર ના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, પૂર્વ ધારાસભ્ય શ્રીમાન રમેશભાઈ મહેશ્વરી, રાજેશ ભાઈ શાહ, જૈન સોશ્યલ ગ્રુપ સૌરાષ્ટ્ર રીજન ચેરમેન ,શ્રીમાન મિનેશ શાહ – ખજનચી સૌરાષ્ટ્ર રીજન, ડો.ચેતન વોરા અધ્યક્ષ જૈન સોશ્યલ ગ્રૂપ ગાંધીધામ, રોહિત શાહ, ડો. નરેશ જોષી – અધ્યક્ષ રાજાભાઈ પટેલ બ્લડ બેંક, રાજુભાઈ જૈન, બકુલ વોરા, ગ્યાન સંઘવી, દેવાભાઈ રબારી, શામજીભાઈ ભચાભાઈ વિરડા, ખેંગારભાઈ(પપ્પુભાઈ) એ હાજરી આપી હતી.
ઉદ્ઘાટન સત્ર માં દીપ પ્રાગ્ટય પશ્ચાત સંબોધન આપતા માલતીબેન એ આ સેવા પ્રવ્રુતી ને બિરદાવી ભવિષ્ય મા પણ આવી પ્રવ્રુત્તી ઓ કરવાનો આગ્રહ આપ્યો. પુર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી એ પોતાના સંબોધન મા કહ્યુ કે તે પોતે અત્યાર સુધી એકાવન (51) વખત રક્તદાન કરી ચુક્યા છે અને એમને તેની પ્રેરણા એમના ભાઈ બીમારી ના દાખલા થી મલી. ડો ચેતન વોરા એ શામજી ભાઈ વિરડા પરિવાર ની અનન્ય સેવા ભાવના ને સન્માન આપતા કહ્યું કે એક બોટલ લોહી થી ત્રણ વ્યક્તિ ઓ ને નવ જીવન ની સુવાશ આપી શકાય છે. રક્તદાન થી ઉત્તમ બીજો કોઇ દાન નથી માટે દરેક વ્યક્તિ એ પોતાના જન્મદીવસ પર રક્તદાન કરવું જ જોઇએ. શામજીભાઈ વિરડા ને તેમના ઉત્ક્રુષ્ટ કાર્ય બદલ સન્માનીત કરવા માં આવ્યા.આ રક્તદાન શિબિર માં કુલ 76 વ્યક્તીઓ એ 26600 સીસી રક્તદાન કર્યું. સ્થાનીય આઈ.એમ.એ રાજાભાઈ પટેલ બ્લડ બેંક ના સહયોગ થી આ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું.
Distingusihed Guest: Mrs. Malti maheshwari, MLA Gandhidham, Mr. Rajesh Shah Saurashtra region Chairman, Minesh Shah saurashtra region Treasurer, Raju bhai jain Zone co - ordinator
Submitted By: Dr. Chetan Vora (GANDHIDHAM-KUTCHH - 153 STD - 02836)
